મોરબી : મોરબીના મહાનગરપાલિકા ઝોન -2ના વિસ્તાર મહેન્દ્રનગર ચોકડીથી માળિયા ફાટક સુધી હેવી લોડિંગ વાહન ચાલતા હોય ત્યારે આ વાહન બંધ કરાવવા આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલા સૌથી વધુ ટ્રાફિક અને પોસ વિસ્તાર એવાં મહેન્દ્રનગર ચોકડીથી માળિયા ફાટક છે. જે રસ્તા પર ફેક્ટરીએ અપડાઉન કરતા લોકોનું ખુબ જ પ્રમાણમાં અવરજવર રહે છે. સાથે સાથે આ રસ્તા પર અનેક રેસિડેન્સી સોસાયટી અને મહેન્દ્રનગર ગામ આવેલું છે. આ રસ્તામાં હેવી લોડીંગ વહાન ચાલતા હોય તો સતત ટ્રાફિક રહે છે અને મોટા અક્સ્માતની સંભાવના રહે છે. આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી અને વાંકાનેર વિધાનસભાના પ્રભારી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે, આ રસ્તા પર આવતા હેવી લોડીંગ વાહનના રૂટને 8એ નેશનલ હાઈવે પર ડયવર્ટ કરવામાં આવે અને મહેન્દ્રનગર ચોકડી પર અધુરો રહેલો પુલ ઝડપી બને જેથી કરીને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ મળે.