આજે ફિટનેસ વુમન ગ્રુપ તથા ઉમિયા મહિલા સમિતિ દ્વારા આદર્શ સ્કૂલમાં યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં ઘણી બધી મહિલાઓએ પોતાનો સમય ફાળવીને કાજલબેન આદ્રોજાના માર્ગદર્શન હેઠળ સૂર્યનમસ્કાર, યોગા, પ્રાણાયામ અને ગણી બધી કૃતિઓ કરી હતી. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે કાજલબેન આદ્રોજા, ભારતીબેન રંગપરીયા, શારદાબેન આદ્રોજા, કંચનબેન કાનાણી, હેતલબેન, ભૂમિબેન, ઈન્દુબેન, સુકેતાબેન સહિતના હાજર રહ્યા હતા.