મોરબી : મોરબી શહેરમાં શોભેશ્વર રોડ ઉપર બાઈક ઉપર જઈ રહેલા ઝોમેટોના કર્મચારી જયેશભાઇ વાલજીભાઈ ઠોરિયા ઉ.20 રહે.લાલપર ગામ, મોરબી વાળાને જિલ્લા પંચાયતના ગેટ પાસે જીજે - 12 - બીઆર - 5123 નંબરની કારના ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડી બાઇકમાં નુકશાન કર્યા બાદ કાર ચાલક નાસી જતા અકસ્માતની આ ઘટના અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.