મોરબી : માળીયા - કચ્છ હાઇવે ઉપર હરિપરની ગોળાઈ નજીક જામનગરના રહેવાસી પંચાણભાઈ સીદાભાઈ આલ પોતાની મહિન્દ્રા ટીયુવી ગાડીમાં પંચર પડતા ટાયર બદલાવી ટાયરને ડેકીમાં મૂકી રહેલા યુવાનને પાછળથી પુરપાટ ઝડપે આવેલી જીજે - 03 - BW - 7753 બોલેરો ગાડીના ચાલકે ઠાઠામા ભટકાડતા પંચાણભાઈને પગમાં ફ્રેક્ચર થઈ જતા માળીયા પોલીસ મથકમાં બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.