હળવદ : હળવદ - ધ્રાંગધ્રા રોડ પર સુખપર ગામે ખારી નદી પર આવેલ પુલ પાસે ગત તા.10 જુલાઈના રોજ સવારના સમયે કોઈપણ આડશ રાખ્યા વગર ઉભેલા જીજે - 36 - એક્સ - 5318 નંબરના ડમ્પર ટ્રકના ઠાઠાના ભાગે ભટકાઈ જતા સુખપર ગામના વેપારી અશોકભાઈ ગાંડુભાઈ દેકાવડીયાનું બાઈક અથડાતા અશોકભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી.હાલના અશોકભાઈ કોમામાં સરી પડયા હોય તેમના નાનાભાઈ સુરેશભાઈ ગાંડુભાઈ દેકાવડીયાએ અકસ્માત બાદ નાસી ગયેલા ડમ્પર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.