મોરબી : કલરવ ગુજરાતી સાહિત્ય ગૃપ દ્વારા સુરેન્દ્રનગર ખાતે કવિ સંમેલન તેમજ કવિ પ્રેમ જામલિયા રચિત કાવ્યસંગ્રહ 'પંચરંગી પીંછા' નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જશવંતભાઈ મેહતા, વારિજ લુહાર, ડો. હર્ષિદાબેન રાવલ, પ્રવિણ વાછાણી 'દિલેર' તેમજ કલરવ ગૃપના એડમિન શીલા પટેલ 'આકાંક્ષા' ઉપસ્થિત રહ્યા હતા.આ કવિ સંમેલનમાં ગુજરાતના અલગ-અલગ ગામ અને શહેરથી આવેલા 25 જેટલા કવિઓ દ્વારા કાવ્યપઠન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરેન્દ્રનગરના કવિ મેહુલ ત્રિવેદી 'ઘાયલ મેઘ' અને લતા પંડ્યા 'વેલી' દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉત્કૃષ્ટ કાર્યક્રમ કરવા બદલ કલરવ ગુજરાતી સાહિત્ય ગૃપના એડમિન પ્રણવ ઝાંખર , શીલા પટેલ અને લતા પંડ્યા દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.