મોરબી : મોરબી તાલુકા પોલીસે ગઈકાલે ઉંચી માંડલ નજીકથી દિનેશભાઈ ઈશ્વરભાઈ દસાડીયા ઉ.38 રહે. પ્રકૃતિ સોસાયટી, મહેન્દ્રનગર ચોકડી, મોરબી વાળાને રૂપિયા 850ની કિંમતની બ્લેન્ડર્સ પ્રાઇડ વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.