મોરબી : મોરબી શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક્સેસ મોટર સાયકલ લઈને નીકળેલા આરોપી સાહીલભાઈ ઉર્ફે સવો રહેમાનભાઈ ચાનીયાને અટકાવી એક્સેસની તલાસી લેતા મોટરસાયકલમાંથી વિદેશી દારૂની 9 બોટલ કિંમત રૂપિયા 2700 મળી આવતા પોલીસે સાહિલ ઉર્ફે સવા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી રૂપિયા 20 હજારના મોટરસાયકલ સહીત 22,700નો મુદામાલ કબ્જે કર્યો હતો.