મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વેજીટેબલ રોડ ઉપર દરોડો પાડી ડીસ કનેક્શનના ધંધાર્થી યુવાનના રહેણાંક મકાનની પાછળ બાવળની ઝાડીમાં છુપાવી રાખેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 70 બોટલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.મોરબી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વેજીટેબલ રોડ ઉપર આરોપી કેશુભાઇ રમેશભાઇ દેગામાના રહેણાંક ઘરની પાછળ દરોડો પાડી બાવળની ઝાડીમાં છુપાવી રાખેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 70 બોટલ કિંમત રૂપિયા 28,500 સાથે ઝડપી લઈ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.