ટંકારા : ટંકારા તાલુકાના ધુનડા (સજનપર) ગામની સીમમાં ઇડનહિલ રેસીડેન્સી પાસેથી ટંકારા પોલીસે કાપડના થેલામાં વિદેશી દારૂની 35 બોટલ લઈને નીકળેલા મધ્યપ્રદેશના ખેતમજૂરને ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના ધુનડા (સજનપર) ગામની સીમમાં ઇડનહિલ રેસીડેન્સી પાસેથી ટંકારા પોલીસે આરોપી પ્રકાશ સેનીયાભાઇ સંગાળા, રહે. હાલ- ઘુનડા(સ) ગામની સીમમાં દામજીભાઇ પટેલની વાડીએ તા- ટંકારા જી-મોરબી મુળ રહે. વરજર ગામ તા.ભાભરા જી.અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાને કાપડના થેલામાં વિદેશી દારૂની 35 બોટલ કિંમત રૂપિયા 10,500 લઈને જતા પકડી પાડી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.