મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે જેતપર હાઇવે ઉપર પીપળી ગામ નજીકથી મોટર સાયકલ ઉપર વ્હિસ્કી અને વોડકાની 12 બોટલ લઈને નીકળેલા શખ્સને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમે જેતપર હાઇવે ઉપર પીપળી નજીકથી પ્રવિણભાઇ લખમણભાઇ સાલાણી, રહે-હાલ મોરબી જેતપર હાઇવે રોડ પીપળી મારૂતી પાર્ક સોસાયટી, મુળ રહે-ખીજડીયા વાઢ ભીમસર તા-રાપર જી-ભુજ (કચ્છ) વાળાને મેકડોવેલ નંબર-વનની બોટલ નંગ-4 અને વાઇટ લેસ વોડકા ઓરેન્જ ફલેવરની બોટલ નંગ-8 કિમત રૂપિયા-3900 તેમજ રૂપિયા 20 હજારનું મોટર સાયકલ મળી કુલ રૂપિયા 23,900ના મુદામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.