શિબિરમાં 15થી 45 વર્ષના યુવક-યુવતીઓ વિનામૂલ્યે ભાગ લઈ શકશે વાંકાનેર : વાંકાનેર ગાયત્રી મંદીર પરિવાર દ્વારા 25 ડિસેમ્બરે યુવા ઉત્કર્ષ શિબિર યોજાશે. આ શિબિરમાં 15થી 45 વર્ષના યુવક-યુવતીઓ વિનામૂલ્યે ભાગ લઈ શકશે ગાયત્રી પરિવાર વાંકાનેર દ્રારા એક દિવસીય યુવા ઉત્કર્ષ શિબિર ડિસેમ્બર 2022નું તારીખ 25/12/2022ને રવિવારે સવારે 9:30 થી સાંજે 4 વાગ્યા સુઘી ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુવાનો અને યુવતીઓમાં છુપાયેલી શક્તિને જાગૃત કરી વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી અને સંસ્કારી અને નિર વ્યશની યુવાનોથી સુશોભિત સમાજ નિર્માણ કરવા આ શીબિર યોજાશે. આ શિબિરમાં 15 થી 45 વર્ષ સુધી ના દરેક યુવાન યુવતીઓ કોઈ પણ ચાર્જ વગર તદન નિશુલ્કમાં ભાગ લઈ શકશે. તા.23/12/2022ને શુક્રવારે સાંજે 6:વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરવા માટે દરેક સ્કૂલના આચાર્યનો અથવા ગાયત્રી પરિવારના સભ્યો રાહુલ જોબનપુત્રા-9265066096, રસિકભાઈ પંડ્યા - 987901948, ઇલાબેન સચાણીયા -7990643667 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.