મોરબી : મોરબીના નયન ભુદરભાઈ કાવર નામના યુવાને પોતાના જન્મદિનની ઉજવણી મોરબીની મંગલમૂર્તિ દિવ્યાંગ શાળાના બાળકો સાથે કરીને સમાજને એક પ્રેરણાત્મક રાહ ચીંધી છે. મૂળ મોટા દહીંસરાના અને હાલ મોરબી રહેતા યુવાન નયન ભુદરભાઈ કાવરે આજ રોજ પોતાના જન્મદિનની પ્રેરણાદાયી રીતે ઉજવણી કરીને હાલના યુવાનોને નવી રાહ ચીંધી છે. નયને પોતાના જન્મદિનની ઉજવણી મિત્રો સાથે પાર્ટી કરીને કે કેક કાપીને નહીં, પરંતુ મોરબી સ્થિત મંગલમૂર્તિ દિવ્યાંગ શાળાના બાળકો સાથે ઉત્સાહભેર કરી હતી. તેમની સાથે જન્મદિવસની ઉજવણી કાર્ય બાદ નયને બાળકોને ફ્રૂટનો નાસ્તો પણ કરાવ્યો હતો. અત્રે નોંધનીય છે, કે નયન હાલમાં સીરામીક ઉદ્યોગ સાથે જોડાયેલા છે. તેઓએ પોતાનો કોલેજકાળ રાજકોટમાં વિતાવ્યો છે. પોતાના કોલેજકાળમાં તેઓ વિદ્યાર્થી સંગઠન NSUI સાથે જોડાયેલા હતા. આ ઉપરાંત તેઓએ પાટીદાર સંસ્થા સરદાર પટેલ ગ્રુપના પ્રમુખ તથા પાટીદાર ધામમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne