મોરબી : મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટિયા નજીક આવેલ એફિલ સિરામિક ફેકટરીમાં રહેતા પ્રેમારામ સોનારામ ઉ.29 નામનો યુવાન ગઈકાલે ન્હાવા ગયા બાદ અચાનક બેભાન થઈ જતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.