મોરબી : મોરબી તાલુકાના મોડપર ગામ નજીક તા.24ના રોજ રાત્રીના સમયે વાહન અકસ્માતમાં વિકાસ મુનેશભાઈ દીક્ષિત ઉ.26 રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, વાંકાનેર વાળાનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.