મોરબી : સોલંકીનગર ગામના ચાંપરાજ રવજીભાઈ રાઠોડે સ્ટેટ લેવલની એથ્લેટીક્સ ગેમ્સમાં 100 મીટરની દોડમાં ત્રીજો નંબર હાંસલ કર્યો છે. તેઓનું ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા બ્રોન્ઝ મેડલથી સન્માન કરવામાં આવ્યું છે. આ યુવાનની સિદ્ધિ બદલ ઠેર ઠેરથી તેમના ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.