મોરબી : ગુજરાત પ્રદેશ ભાજપના સાંસ્કૃતિક સેલ દ્વારા સબ કે રામ ઓન ઈન્સ્ટાગ્રામ રાજ્યકક્ષાની ગીત સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીની નવયુગ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા અને વાવડી રોડ પર રહેતા હર્ષ શૈલેષભાઈ પંડ્યાએ તૃતિય સ્થાન પ્રાપ્ત કરી વિજેતા બન્યો હતો. રાજ્યકક્ષાએ વિજેતા બનવા બદલ હર્ષ પંડ્યાને નવયુગ કોમર્સ કોલેજના સ્ટાફ તેમજ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.