રીક્ષામાં પંચર પડતા ટાયર ચેક કરવા રોડ ઉપર ઉભા રહ્યાને મોત મળ્યુંટંકારા : ટંકારા - જામનગર હાઇવે ઉપર હીરાપર નજીક રીક્ષામાં પંચર પડતા ટાયર ચેક કરવા રોડ ઉપર ઉતરેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા - જામનગર હાઇવે ઉપર રીક્ષામાં જઈ રહેલા ભરતભાઇ ધરમશીભાઈ પીપરિયા રહે.મોરકંડા જિલ્લો જામનગર નામના યુવાન રીક્ષામાં પંચર પડતા નીચે ઉતરી ટાયર ચેક કરતા હતા ત્યારે જીજે - 36 - AG - 0626 નંબરનું બાઈક લઈને નીકળેલા આરોપી અક્ષય અવચરભાઈ ઢેઢી રહે.સરાયા વાળાએ હડફેટે લેતા ભરતભાઈનું ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.