હળવદ : હાલમાં ઘઉંની કાપણીની મોસમ ચાલી રહી છે ત્યારે ઘઉંની કાપણી માટે પંજાબથી હારવેસ્ટિંગ મશીન લઈ ગામે - ગામ ઘઉં કાપવા માટેની કામગીરી કરતા પંજાબના વતની નવદીપસિંઘ બચીતરસિંઘ જાટ ઉ.20 નામનો યુવક ગઈકાલે હળવદ તાલુકાના વેગડવાવ ગામની સીમમાં ત્રિભોવનભાઈ જહાભાઈ સોનાગ્રાની વાડીએ ઘઉં કાપવા આવ્યા હતા ત્યારે કટિંગ મશીન પર ચડવા જતા વીજ તારને અડકી જતા વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.