બિન રાજકીય રીતે સર્વ સમાજ માટે કામગીરી કરવાનો નીર્ધાર માળિયા : માળીયા તાલુકાના યુવાનો અને વડિલો તથા આગેવાનોના અભિપ્રાય અને આવેલ સુચનો મુજબ તાલુકાના ઉત્થાન માટે યુવા વિકાસ સમિતિની રચના કરવામાં આવનાર છે. આ સમિતિ દ્વારા વિવિધ કાર્યો કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાંયુવાપ્રતિભાઓ ને શિક્ષણવિદોનુ દર વષઁ સન્માન કાયઁક્રમ કરવામાં આવશે. માળીયા તાલુકામા હરિયાળી ક્રાન્તિ લાવવા માટે જનજાગૃતિના કાયઁક્મો કરીને વૃક્ષારોપણ કરવામાં આવશે. વૃદ્ધ, નિરાધાર, નિસંતાન,વિધવા બહેનોને સરકારની વિવિધ યોજનાઓના લાભો ઘરે બેઠા આપવામાં આવશે.રમત ગમતના કાર્યક્રમો કરવામાં આવશે. બેસ્ટ ગ્રામ પંચાયતને સરપંચોનુ સન્માન કરવામાં આવશે. માળીયા તાલુકાના વણઊકેલાયેલ લોકહિતના પ્રશ્નોને યોગ્ય પ્લેટફોર્મ સુઘી પહોચતા કરવામા મદદ કરવામાં આવશે. તાલુકામાથી 5 ગામોને દતક લઈને તે ગામોની કામગીરી પૂર્ણ કર્યા બાદ બીજા ગામોમા ક્રમશ: કામગીરી કરવામાં આવશે. એડવોકેટ, પત્રકાર, સામાજીક શૈક્ષણિક આગેવાનોના માઘ્યમથી સમાયાન્તરે સેમિનારો તથા લોકદરબારનુ આયોજન કરવામાં આવશે. મેડિકલ કેમ્પનુ આયોજન કરવામાં આવશે.શરૂઆતના તબક્કે તાલુકામાથી કોઈપણ પાંચ ગામોને દતક લઈને આવતા મહિનાથી કામગીરી ચાલુ કરવામા આવશે. ત્યાર બાદ ક્રમશઃ અન્ય ગામોમા નિરંતર કામગીરી કરવામાં આવશે. આ ગૃપ સંપૂર્ણ બિન રાજકિય હશે. અને સર્વ સમાજ માટે કામગીરી કરવામા આવશે તેવું મનવીરભાઇ ખાંડેખાની યાદીમાં જણાવાયુ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..