મોરબી : મોરબીનું યુવા આર્મી ગ્રુપ જરૂરિયાતના સમયે બ્લડની જરૂરિયાત પૂરી પાડતું આવ્યું છે ત્યારે ગત રાત્રીના આવા જ ઇમરજન્સી સમયે પ્રસૂતા માટે યુવા આર્મી ગૃપ દ્વારા રક્તદાન કરી પ્રસૂતાની જિંદગી બચાવવા નેક પ્રયાસ કરાતા મહિલા તબીબે યુવા આર્મી ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો. મોરબીના વતની એવા પરબતભાઈ દેલવાડિયાના પત્ની રાધાબેનને દોશી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યા તેમને પ્રસુતિ દરમિયાન તાત્કાલિક ઓપરેશન કરવા માટે 'બી પોઝિટિવ' રક્તની જરૂરિયાત ઉભી થઈ હતી. જેથી ડો. કુસુમબેન દ્વારા 'યુવા આર્મી ગ્રુપ'નો સંપર્ક કરવામાં આવ્યો હતો.બ્લડની જરૂરરિયાત હોવાની જાણ થતાં જ 'યુવા આર્મી ગ્રુપ' ના સભ્ય કુલદીપભાઈ દેસાઈ, ભાર્ગવભાઈ અગ્રવાત તથા મનીષભાઈ પટેલ દ્વારા તાત્કાલિક સંસ્કાર બ્લડ બેંક પહોંચી બ્લડની જરૂરિયાત પુર્ણ કરવામાં આવી હતી. આવા ઈમરજન્સી જરૂરિયાતના સમયે મદદરૂપ થવા બદલ ડો. કુસુમબેન દ્વારા યુવા આર્મી ગ્રુપનો આભાર વ્યક્ત કરાયો હતો. કારણ કે કુસુવાવડમાં બાળક ગર્ભમાં જ મુત્યુ પામવાથી જો તાત્કાલિક ઓપરેશન કરવામાં ના આવે તો સગર્ભા સ્ત્રીનો જીવ જોખમમાં મૂકાય જતો હોય છે. ત્યારે યુવા આર્મી ગ્રુપના સભ્યો મોરબી તથા રાજકોટમાં દિવસ હોય કે રાત કોઈપણ બ્લડની ઈમરજન્સી જરૂરિયાત પુર્ણ કરવા હંમેશા ખડેપગે રહે છે અને અત્યાર સુધીમાં હજારો લોકોને જીવનદાન આપી ચુક્યુ છે. યુવા આર્મી ગ્રુપ દ્વારા ચલાવવામાં આવતા આ સેવાકાર્યમાં જોડાવવા માટે કે કોઈને બ્લડની ઈમરજન્સી જરૂરિયાત પડે તો હેલ્પલાઇન નંબર 93493 93693 પર સંપર્ક કરવા જણાવાયું છે.