વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ સ્પેકોન ટાઇલ્સ ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની રિતેશ પ્રેમનારાયણ વર્મા ઉ.26 નામના યુવકને ગઈકાલે બપોરના સમયે ફેકટરીમાં કામ કરતી વેળાએ ઇલેક્ટ્રિક શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.