કેડા સિરામિક ફેકટરીમાં બનેલી ઘટનામોરબી : મોરબી તાલુકાના પાનેલી ગામની સીમમાં સિરામિક ફેક્ટરીમા કામ કરતી વેળાએ અચાનક દીવાલ ધરાશયી થતા લાલપર ગામે રહેતા શ્રમિક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના પાનેલી ગામની સીમમાં આવેલ કેડા સિરામિક ફેકટરીમાં કામ કરતી વેળાએ ગઈકાલે રાત્રીના સમયે ફેક્ટરીની દીવાલ અચાનક ધરાશયી થતા આરીફઅલી આલમગીર ઉ.23 રહે.લાલપર તા.મોરબીવાળાઓને ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.