મોરબી : મોરબી તાલુકાના લીલાપર નજીક વિલ્સન પેપરમિલ પાસે ઈટોના ભઠ્ઠા પાસે રહેતા આરતીબેન વાલજીભાઈ પરમાર ઉ.25ને છેલ્લા એકાદ વર્ષથી માનસિક બીમારી હોવાથી દવા ચાલુ હતી જેમાં માનસિક બીમારીથી કંટાળી આરતીબેને પોતાના ઘેર લોખંડના ઇંગલ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ ગઈકાલે સવારે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.