મોરબી : માળીયા મિયાણા - જામનગર હાઇવે પર માળીયા મિયાણા તાલુકાના મોટી બરાર નજીક ગત તા.14ના રોજ સાંજના સમયે જીજે - 12 - બીવી - 3074 નંબરના ટ્રક ચાલકે જીજે - 39 - સીએ - 0765 નંબરની બલેનો કાર સાથે અકસ્માત સર્જતાં કાર ચાલક પ્રિન્સ ધર્મેન્દ્રભાઈ વાઘમશી, તેમના પત્ની, દાદીમાં અને તેમના ભત્રીજીને ઇજાઓ પહોંચી હતી.આ અકસ્માતમાં પ્રિન્સભાઈની સાળી એકતાબેન અરવિંદભાઈ કાતરિયાને ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ઇજાગ્રસ્ત પ્રિન્સ વાઘમશીના ભાઈ કુશલ ધર્મેન્દ્રભાઈ વાઘમશી રહે.અર્બુદાનગર, કચ્છ વાળાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.