મોરબી : મોરબી શહેરના જુના બસસ્ટેન્ડ નજીક આવેલ જોન્સનગરમાં રહેતી મૂળ પાટણ જિલ્લાની વતની સોનુબેન ગીરીશભાઈ પરમાર ઉ.20 નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર તા.17ના રોજ રાત્રીના સમયે પોતાના ઘેર ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.