મોરબીના રફાળેશ્વર ગામની સીમમાં પોલિમર્સ કારખાનાની લેબર કોલોનીમાં બનેલો બનાવ મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની સીમમાં આવેલ શિવાય ટેક્નોબાથ નામના કારખાનાની લેબર કોલોનીમાં રહેતા મૂળ રાજસ્થાની યુવાન સુરેશ રતારામ માધવ ઉ.37 નામના યુવાનના પાંચ વર્ષના લગ્નજીવન દરમિયાન સંતાનસુખ ન મળતા દંપતીએ દવા,સારવાર કરાવેલ છતા કોઇ સંતાન ના થતા આ બાબતનું મનોમન લાગી આવતા સુરેશ રતારામ માધવ નામના યુવાને રફાળેશ્વર ગામની સીમમાં જીઆઈડીસીમાં વરૂડી માતાજીના મંદીર સામે આવેલ શિવાય ટેકનોબાથ કારખાનાની લેબર કોલોનીમાં પોતાની રહેણાંક રૂમમાં જાતે પ્લાસ્ટિકની ટ્રેપીંગ પટ્ટી સાથે રૂમાલ બાંધી રૂમાલ વડે લટકી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.