બન્ને બાળકો જીવાપર ખાતે મામાના ઘરે રોકાયા છે : આરોગ્ય વિભાગે કન્ટેઇનમેન્ટ અને બફર ઝોન નક્કી કર્યો : એસપી, ડે. કલેકટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે મોરબી : કોરોનાગ્રસ્ત યુવક અમદાવાદથી તેમના પત્ની અને બે બાળકો સાથે ટંકારા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ અહીં આવીને બન્ને બાળકો જીવાપર ખાતે તેના મામાના ઘરે રોકાયા છે. હાલ આ પોઝિટિવ કેસ જાહેર થતા આરોગ્ય વિભાગે કન્ટેઇનમેન્ટ અને બફર ઝોન નક્કી કરી નાખ્યો છે અને એસપી, ડે. કલેકટર , આરોગ્ય અધિકારી, ટીડીઓ સહિતના અધિકારિઓએ જયનગર પહોંચયા હતા. વધુમાં મળતી માહિતી પ્રમાણે કોરોનાગ્રસ્ત યુવક ભાવેશભાઈ ભાગીયા અમદાવાદમાં ફાર્મસી કંપનીમાં સર્વિસ કરે છે. તેઓ તા. 23ના રોજ બપોરે અમદાવાદથી ટંકારાના જયનગર પહોંચ્યા હતા. તેઓની સાથે તેમના પત્ની, એક દીકરી અને એક દીકરો પણ હતા. બન્ને સંતાનો તો જીવાપર ગામે તેમના મામાને ઘરે રોકાવા ચાલ્યા ગયા હતા. જેથી તેમના ઘરે તેઓ, તેઓની પત્ની અને માતા- પિતા રહેતા હતા. હાલ જયનગર ગામે મોરબી પાલિકાની ટીમે પહોંચીને સમગ્ર વિસ્તારને સેનેટાઇઝ કરવાની કામગીરી ચાલુ કરી દીધી છે. બીજી તરફ કોરોનાગ્રસ્ત યુવકને હોસ્પિટલ સિલેક્ટ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જેમાં તેને રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલ પસંદ કરી હતી. માટે તેમને 108 મારફતે ક્રાઇસ્ટ હોસ્પિટલ ખાતે જવા રવાના કરવામાં આવ્યા છે.