ભેંસ ચરાવી ઘેર જતા હતા ત્યારે આરોપી ઘોડી લઈને નીકળતા ભેંસનું ટોળું ભડકયું હતુંટંકારા : ટંકારા તાલુકાના સરાયા ગામે ભેંસ ચરાવી ઘેર જતા સમયે એક શખ્સ ઘોડી લઈને નીકળતા ભેંસનું ટોળું ભડકતા આ બાબતે ઘોડી માલિકને ઠપકો આપવા ગયેલા બે વ્યક્તિને ધોકા વડે માર મારવામાં આવતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં બે આરોપીઓ વિરુદ્ધ ગુંન્હો નોંધાયો છે.પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા અને પશુપાલનનો ધંધો કરતા ફરિયાદી ઇરફાનભાઈ ઇબ્રાહિમભાઈ જૂણેજા ગત તા.16ના રોજ ભેંસ લઈને ઘેર જતા હતા ત્યારે આરોપી નયુમ મુસાભાઈ વિકિયા ઘોડી લઈને ભેંસની નજીકથી નીકળતા ભેંસનું ટોળું ભડકયું હતું. જેથી ઘોડી દૂર ચલાવવા કહ્યું હતું અને બાદમાં ભેંસના ટોળાને ઘેર મૂકી સાહેદ કાળુભાઇ અને ફરિયાદી ઇરફાનભાઈ આરોપી નયુમના ઘેર ઠપકો દેવા જતા આરોપી નયુમ મુસાભાઈ વિકિયા અને આરોપી અયુબ મુસાભાઈ વિકિયાએ ઝઘડો કરી લાકડાના ધોકા અને પાવડાના હાથા વડે માર મારતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.