રાત્રિના સમયે ધસમસતા પ્રવાહમાં તણાયેલા વ્યક્તિને સહી સલામત બહાર કઢાયોમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં નદી-નાળા અને વોકળાઓ છલકાઈ રહ્યા છે, ત્યારે મોરબી નજીક આવેલ બગથળા ગામના બેઠા નાલેથી પસાર થવું એક વાહનચાલક માટે જીવલેણ સાબિત થતાં સહેજ બચ્યું છે. બગથળાના બેઠા પુલ પર 1 વ્યક્તિ પોતાની મોટરસાયકલ સાથે પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયાની ઘટના સામે આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, રાત્રિના સમયે બગથળા ગામના બેઠા પુલ પરથી પસાર થતી વખતે પાણીનો પ્રવાહ અત્યંત તેજ હોવાના કારણે આ વ્યક્તિ મોટરસાયકલ સાથે જ પાણીમાં તણાવા લાગ્યા હતા. જો કે, સદનસીબે ઉપસ્થિત લોકોની સમયસૂચકતા અને ભારે જહેમતથી આ વ્યક્તિને મહામહેનતે પાણીમાંથી સહી સલામત બચાવી લેવામાં આવ્યા છે.#MorbiUpdate #MorbiNews #Bagathala #MonsoonUpdate #Rescue #HeavyRain #GujaratMonsoon #LifeSaving