વાંકાનેર સરતાનપર નજીક આવેલ ગ્રેસ્ટોન સીરામીક ફેકટરીમાં બનેલ બનાવ વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક આવેલી સીરામીક ફેકટરીમાં કન્ટેનરનો દરવાજો બંધ કરી રહેલા યુવાનને રિવર્સમાં આવતા ટ્રક ચાલકે કચડી નાખતા આ યુવાનનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. બનાવઅંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર સરતાનપર નજીક આવેલ ગ્રેસ્ટોન સીરામીક ફેકટરીમાં રાજીવરંજન નામનો યુવાન પોતાના ટ્રક કન્ટેનરનો દરવાજો બંધ કરી રહ્યો હતો ત્યારે પાછળથી રિવર્સમાં આવેલા ટ્રક રજીસ્ટર નંબર જીજે - 36 - વી - 0482 ના ચાલકે કન્ટેનરને ઠોકર મારતા મૃતક દરવાજા વચ્ચે આવી જતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજયું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.