મોરબીના લાલપર નજીક બનેલી ઘટના મોરબી : મોરબીના લાલપર નજીક આવેલ કોરલ ગ્રેનાઈટો કારખાનામાં મજૂરીકામ કરતા મૂળ ઓરિસ્સામાં વતની સૂબાષભાઈ શિબાભાઈ બાધ ઉ.23 નામનો યુવાન ગત તા.10ના રોજ રેલવેના પાટા નજીક કુદરતી હાજતે ગયા બાદ ટ્રેન હડફેટે આવી જતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.