મોરબી : મોરબી તાલુકાના બગથળા ખાતે શીવશન પોલીપેક કારખાનામાં રહીને કામ કરતા 35 વર્ષીય અશરફઅલી હનીફઅલી અંસારી ગત તા. 16 માર્ચના રોજ કારખાનામાં કામ કરતો હતા. ત્યારે પડી જતા શરીરે તથા હાથે ઈજા થઈ હતી. આથી, પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરેલ હતા. જેનું ચાલુ સારવાર દરમ્યાન તા. 28 માર્ચના મોત થયું છે. આ બનાવ અંગે ગઈકાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી હતી.