વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ નજીક આવેલી ફેકટરીના લેબર કોલોનીમાં રહેતા યુવક બીજા માળેથી લપસી જતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. વઘાસીયા ગામમાં આવેલ વર્ધમાન સીરામીકના કામ કરતા અને લેબર કોલોનીમાં રહેતા બલવીસીંગ દાતા રામ ગુર્જર (ઉ.વ. 45) ગઈકાલે તા. 29ના રોજ કોલોનીના બીજા માળેથી લપસી ગયા હતા. આથી, તેમને પગે ઇજા થતા રાજકોટની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું છે.