વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામમાં રહેતા 45 વર્ષના પુરુષ પોતાના ઘરની સીઢી ચડી રહ્યા હતા. તે દરમિયાન અકસ્માતે પડી ગયા અને માથામાં ગંભીર ઇજા થતા તેઓનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે એડી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામમાં રહેતાં ચંદુભાઇ ઘુસાભાઈ વાઘેલા નામના 45 વર્ષીય વ્યક્તિ ગત 28 ડિસેમ્બરના રોજ તેના ઘરની સીઢી ચડી રહ્યા હતા. તે દરમિયાન અકસ્માતે નીચે પડતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ તેઓને પ્રથમ વાંકાનેર સીવીલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.