પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇમોરબી : માળીયા મિયાણાના બેંગવાંઢ વિસ્તારમાં બકરા ચરાવવા મુદ્દે તકરાર થયા બાદ આરોપીઓને સમજાવવા ગયેલા યુવાનને પાંચ યુવાનોએ માર મારી છરીનો ઘા ઝીકી દેતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા ગામે ભગડીયા વિસ્તારમાં શહેનશાહવલીના પાટીયે રહેતા ફરિયાદી યાસીનભાઈ ઇબ્રાહિમભાઈ જેડાના પુત્રને આરોપી ઇબ્રાહિમ કટિયાએ બકરા ચરાવવા મુદ્દે માર મારતા ફરિયાદી યાસીનભાઈ આરોપીના ઘેર સમજાવવા જતા ઇબ્રાહિમે યાસીનભાઈને સાથળના ભાગે છરીનો એક ઘા મારી દીધો હતો અને અન્ય આરોપી બિલાલ કટિયા, સિકંદર કટિયા, આદમ કટિયા અને મહેરામણ ઉર્ફે ડાડુ કટિયાએ એક સંપ કરી માર મારતા બનાવ મામલે તમામ વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.