મોરબી : મોરબી શહેરના લાતીપ્લોટ વિસ્તારમાં મજૂરીકામ કરીને પરત ઘર જઈ રહેલા યુવાનને આંતરી ત્રણ શખ્સોએ મારી બહેન સાથે કેમ પ્રેમસંબંધ રાખે છે તેમ કહી છરી વડે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર ગણેશનગરમાં રહેતા અમીતભાઈ સુરેશભાઈ જંજવાડીયાઉ.21 નામનો યુવાન મજૂરીકામ કરી પરત ઘેર જતો હતો ત્યારે મોરબી લાતી પ્લોટ શેરી નં-2માં આરોપી રાજનભાઇ હેમંતભાઇ ડાભી, ભરતભાઇ ડાભી અને હેમંતભાઇ ડાભીએ યુવાનને આંતરી તું કેમ મારી બહેન સાથે પ્રેમ સંબંધ રાખે છે તેમ કહેતા ફરિયાદી અમિતભાઈએ પોતાને પ્રેમ સંબંધ ન હોવાનું જણાવતા ઉશ્કેરાયેલ આરોપીઓએ છરી વડે હુમલો કરતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.