મોરબી : મોરબીના નાની વાવડી - બગથળા રોડ ઉપર પગપાળા જઈ રહેલ શ્રમિક પરિવાર રસ્તો ઓળંગતો હતો ત્યારે જીજે -36 -એસી-7308 નંબરની ઇકો કારના ચાલકે મૂળ દાહોદના વતની કૈલાશભાઈ કેશિયાભાઈ ભુરિયા ઉ.27 નામના ખેત મજૂર યુવાનને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી ઇકો કાર રેઢી મૂકી નાસી જતા મોરબી તાલુકા પોલીસમાં ઇકો ગાડીના નંબરને આધારે ફરિયાદ નોંધાઇ છે.