પગપાળા જતી વખતે ટેન્કરે પાછળથી આવી અકસ્માત સર્જ્યો : અકસ્માત સર્જી ટેન્કર ચાલક નાસી છૂટ્યો મોરબી : મોરબી તાલુકાના ઉચી માંડલથી તળાવીયા શનાળા જતા રોડ ઉપર ઝારકો સીરામીકના કારખાનાના ગેટની સામે પગપાળા જઈ રહેલા યુવાનને પાણીના ટેન્કરે પાછળથી હડફેટે લેતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટેન્કર ચાલક નાસી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ઉચી માંડલથી તળાવીયા શનાળા જતા રોડ ઉપર ઝારકો સીરામીકના કારખાનાના ગેટની સામે પગપાળા જઈ રહેલા પ્રદીપકુમાર નામના યુવાનને ટેન્કર રજી નંબર- GJ-12-Y-6678ના ચાલક દેષમામદભાઈ ઉર્ફે હકો એહમદભાઈ કાજડીયા મિયાણા, રહે. કાજરડા તા.માળીયા વાળાએ પાછળથી હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. વધુમાં અકસ્માત સર્જી ટેન્કર ચાલક નાસી ગયો હોય મૃતકના કાકા સંતોષ કમલાભાઇ વિશ્વક્રમા, રહે-મકાન નંબર-૧૫-બ અફજલપુર પોસ્ટ-થાના-જંગીપુર જી-ગાંજીપુર (યુ.પી)વાળાએ ટેન્કર ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.