મોરબી : મોરબી શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, ગત મોડી રાત્રીના ખાટકીવાસના નાકા નજીક અજાણ્યા શખ્સોએ પરસોતમ ચોક નજીક રહેતા તૌફિક ઉર્ફે ભઈલાની હત્યા કરી નાખતા હાલમાં અષાઢી બીજના બંદોબસ્ત વચ્ચે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.મોરબી શહેરના ખાટકી વાસના નાકા નજીક આવેલ તલાવડી વાસ શેરીમાં ગત મોડીરાત્રીના સમયે પરસોતમ ચોક નજીક રહેતા તોફીક ઉર્ફે ભઈલો નામના વ્યક્તિની હત્યા કરી નાખતા હાલના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ જૂની અદાવતમાં તીક્ષણ હથિયાર વડે અજાણા શખ્સોએ હત્યા કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.