મોરબી : મોરબી - વાંકાનેર હાઇવે ઉપર મકનસર નજીક સ્વીફ્ટ કારના ચાલકે વાંકાનેરના પાન, બીડીની ફેરી કરી ગુજરાન ચલાવતા યુવાનના બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં લ્ખ સેડવામાં આવ્યો છે.આ અકસ્માત સર્જી કાર ચાલક નાસી ગયો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરની વૃંદાવન વાટિકા સોસાયટીમાં રહેતા અને બાઈક ઉપર પાન, બીડીની ફેરી કરી ગુજરાન ચલાવતા મુકેશભાઈ ચંદુભાઈ હાલાણી નામના યુવાનને ગત. તા.26ના રોજ મકનસર નજીક સ્વીફ્ટ કાર નંબર GJ-27-BS-2284ના ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં મુકેશભાઇને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ સરકારી બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, અકસ્માત સર્જી સ્વીફ્ટ કારનો ચાલક કાર રેઢી મૂકી નાસી જતા આ બનાવ અંગે અકસ્માતનો ભોગ બનેલા મુકેશભાઈના ભાઈ ધર્મેન્દ્રભાઇ ચંદુભાઇ હાલાણીએ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એ. કલમ-૧૮૪, ૧૭૭, ૧૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.