મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર મકનસર ગામના ઝાપા પાસે રસ્તો ઓળંગી રહેલા જગદીશભાઈ વિરજીભાઈ સારલા ઉ.40 નામનો યુવાન રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે આરજે - 04 - જીસી - 5350 નંબરના બોલેરો ચાલકે હડફેટે લઈ હાથ અને પગના ભાગે ઇજાઓ પહોંચાડી પોતાનું વાહન રેઢું મૂકી નાસી જતા અકસ્માતની આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.