હળવદ : ગતરાત્રિના હળવદ માર્કેટ યાર્ડ પાસે હાઇ-વે પર શહેરના ભવનીનગર વિસ્તારમાં રહેતા ઠાકોર સમાજનો ૩૧ વર્ષીય આશાસ્પદ યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો તે વેળાએ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.બીજી તરફ અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ બાબુભાઈ ઠાકોર ઉંમર વર્ષ 31 ગત રાત્રિના 11 વાગ્યાની આસપાસ હળવદ માર્કેટ યાર્ડમાં આઇસર ગાડી મૂકી રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલે કે અડફેટે લેતા આ યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે.મૃતક અરવિંદના લગ્ન થઈ ગયેલ હોય અને સંતાનમાં ત્રણ દીકરીઓ છે.પરિવારમા બે ભાઈઓ છે જેમા અરવિંદ સૌથી મોટો હતો.બંને ભાઈ હળવદ માર્કેટ યાર્ડમાં આઇસર ચલાવતાં હતાં.ગત રાત્રિના અરવિંદ ઘરે જમીને હળવદ માર્કેટ યાર્ડમાં આઇસર ગાડી મૂકવા જ ગયો હતો અને ત્યાંથી યાર્ડ સામે તેનું બાઈક હોય જેથી રોડ ક્રોસ કરી રહ્યો હતો.ત્યારે અકસ્માત સર્જાયો હતો.પરિવારમાં પણ યુવાન દીકરાના મોતથી કાળો કલ્પાંત છવાયો છે.તો બીજી તરફ ત્રણેય દીકરીઓ નાની ઉંમરમાં જ પિતાની છત્ર છાયા ગુમાવી છે.