હળવદ માળીયા હાઈવે રોડ ઉપર અકસ્માતની ઘટનામાં ફરિયાદ નોંધાઈ હળવદ : હળવદ માળીયા હાઈવે રોડ ઉપર રોડ ક્રોસ કરતા યુવાનનું કાર હડફેટે મોત થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે મૃતકના બનેવીએ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભરતભાઈ મગનભાઈ અઘારા (ઉ.વ.૩૭ ધંધો-નોકરી રહે.ગામ-જુના દેવળીયા તા.હળવદ) એ એક અજાણ્યો ફોરવ્હીલ ગાડીનો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા ૧૩ ના રોજ સાંજે સાતેક વાગ્યાના સમયે એક અજાણ્યા ફોરવ્હીલ ગાડીના ચાલકે પોતાના હવાલાવાળી ફોરવ્હીલ કાર પુરઝડપે અને બેદરકારી પુર્વક ચલાવી હળવદ માળીયા હાઈવે રોડ ઉપર પરીક્ષીત કારખાનાની સામે માળીયા તરફથી આવી ફરિયાદીના સાળા શીવુભા રતુભા પરમાર પગે ચાલી રોડ ક્રોસ કરવા જતા આ ફોરવ્હીલ કાર ચાલકે ફરીયાદીના સાળાને ટક્કર મારી રોડ ઉપર પાડી દઈ માથાના પાછળના ભાગે તથા કપાળે તથા શરીરે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી નાસી છૂટ્યો હતો. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..