એક્ટિવા લઈને પસાર થતો હતો ત્યારે કુહાડીનો છૂટો ઘા કરી છરી ઝીકીવાંકાનેર : વાંકાનેર શહેરમાં રહેતા યુવાનના મિત્રો સાથે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી સાત આરોપીઓએ બે દિવા પૂર્વે સાંજના સમયે યુવક શારદા સ્કૂલ પાસેથી એક્ટિવા લઈ પસાર થતો હતો ત્યારે આને મારી નાખો કહી પીછો કરતા જીવ બચાવવા યુવકે એક્ટિવા ભગાવી મુકતા એક્ટિવા થાંભલા સાથે અથડાતા નીચે પડી જતા આરોપીઓએ કુહાડી અને છરીના ઘા ઝીકી જાતિ પ્રત્યે અપમાનિત કરતા ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરમાં આંબેડકર નગરમાં રહેતા યશદીપ હિતેશભાઈ સોલંકી ઉ.22 નામના યુવકે આરોપી એજાજ ઉર્ફે દાદલી, એજાજનો ભાઈ, ઇકબાલ તેમજ અન્ય અજાણ્યા ચાર આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, આરોપી એજાજ ઉર્ફે દાદલીને ભરવાડ સમાજના લોકો સાથે ઝઘડો થયો હોય અને ફરિયાદી યશદીપ પણ ભરવાડ સમાજના યુવકનો મિત્ર હોવાથી આરોપીઓએ આ વાતનો ખાર રાખી ગત તા.12ના રોજ જ્યારે ફરિયાદી એક્ટિવા લઈને આવતા હતા ત્યારે શારદા સ્કૂલ પાસે હથિયાર લઈ ઉભા હતા. આ સમયે યશદીપને જોતા જ આરોપીઓએ આને મારી નાખી તેમ કહેતા યશદીપે એક્ટિવા ભગાવી મૂક્યું હતું.જો કે,એક્ટિવા થાંભલા સાથે અથડાતા યશદીપ પડી જતા આરોપીઓએ કુહાડીનો છૂટો ઘા ઝીકી છરીના ઘા મારી દીધા હતા.બનાવ અંગે વાંકાનેર પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.