મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર આવેલી હોટલમાંથી બાઈક લઈને ગ્રાહકને જમવાનું પાર્સલ આપવા જતા યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લઈ તોતિંગ વ્હીલ નીચે કચડી નાખતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ હોટલ સોમનાથમાંથી ગ્રાહકને જમવાનું પાર્સલ દેવા બાઈક લઈને જઈ રહેલા પ્રવિણસિંહ જેઠુભા રાજપુરોહિતને જીજે - 12 - બીટી - 0981નંબરના ડમ્પર ચાલકે હડફેટે લઈ માથા ઉપર તોતિંગ વ્હીલ ફેરવી દેતા હેલ્મેટ પહેર્યું હોવા છતાં માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. આ ગંભીર અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક સ્થળ ઉપર વાહન મૂકી નાસી જતા મૃતકના કૌટુંબિક સગાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.