મોરબી : મોરબી શહેરમાં પોલીસ દ્વારા વ્હિસ્કીની બોટલો સાથે યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો. ગઈકાલે તા. 14ના રોજ મોરબીમાં દુર રવાપર-ઘુનડા રોડ પર ખાનગી સ્કુલની સામેથી ભરતભાઇ કાનાભાઇ ચાવડા (ઉ.વ. 22)ને ગે.કા રીતે પાસ પરમીટ વિના વીદેશી દારૂ સુપીરીયર વ્હિસ્કીની કંપની શીલ બંધ 2 બોટલો (કિ.રૂ. 600)નો મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂની બોટલો જપ્ત કરી આરોપીની અટકાયત કરી છે. તેમજ આરોપી ભરત સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.