મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન લાલપર ગામની સીમમાં આવેલ ઇશાન ચેમ્બરની પાછળથી આરોપી દર્શનભાઇ કનુભાઇ વરાલીયા, રહે-હરીઓમ સોસાયટી, મહેન્દ્રનગર ચોકડી, મોરબી નામના યુવાનને બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હીસકીની ત્રણ બોટલ કિંમત રૂપિયા 2550 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.