મોરબી : મોરબી - હળવદ હાઇવે ઉપર ઉંચી માંડલ નજીક મારબીલાનો સીરામીક પાસેથી તાલુકા પોલીસે મોટર સાયકલ લઇને પસાર થતા રવિભાઈ ગોગનભાઈ બડીયાવદરા, રહે. ઇશ્વરીયા, તા.જામજોધપુર, જિલ્લો જામનગર નામના શખ્સને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની ચાર બોટલ કિંમત રૂપિયા 1500 તેમજ મોટર સાયકલ કિંમત રૂપિયા 25000 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.