મોરબી : મોરબીમાં પોલીસ દ્વારા વ્હીસ્કીની બોટલો સાથે યુવકને પકડી પાડવામાં આવ્યો છે. ગઈકાલે તા. 9ના રોજ મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર સોસાયટી પાછળથી રૂષીરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા (ઉ.વ. 26)ની આધાર વગર ભારતીય બનાવટની વીદેશી દારૂ વ્હીસ્કીની શીલબંધ 3 બોટલો (કિ.રૂ. 900) સાથે અટકાયત કરવામાં આવી છે. પોલીસે વિદેશી દારૂ જપ્ત કરી આરોપી રૂષીરાજસિંહ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.